सोमवार, 21 नवंबर 2011

બાર ગામ માછી સમાજના યુવાનોનું સંમેલન



બાર ગામ માછી સમાજના યુવાનોનું એક સંમેલન ઘોડીયાર ગામમાં રાખવામાં આવ્યું હતું.મહીસાગરના કિનારે ઘોડીયાર એટલેકે કડાણા ડેમથી શરૂ કરીને છેક લગભગ ડાકોર સુધી માછી સમાજનાં 52 ગામ આવેલાં છે. આમ આ 52 ગામની શરૂઆત ઘોડીયાર ગામથી થાય છે. બાર ગામના ગામોમાં નાઘરા,દેવનાટીંબા,ખરાવાડા,પદમાજીની મુવાડી,વાઘડુંગરી,ઘોડીયાર,અનોપુર, ચારણની મુવાડી, ગબજીનાં દાતા, નાના રાજનપુર, મોટા રાજનપુર અને  (આગરવાડા એક ઘર હતું, હાલ નથી ) વગેરે ગામોનો સમાવેશ થાય છે.ઘોડીયાર ગામમાં આશરે 50 જેટલા ઘર છે. ગામના યુવાનોએ સંકલન કરીને નવા વર્ષની શુભેચ્છાનો સરસ કાર્યક્રમ કર્યો.યુવાનો અને યુવતીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સરસ હતો.આ કાર્યક્રમમાં માછી સમાજના યુવાનોને પ્રેરણારૂપ બને તે હેતુથી મારું એક  શિક્ષણ વિષયક અધ્યક્ષીય પ્રવચન રાખવામાં આવ્યં હતું. સંમેલનમાં આશરે 150 જેટલા યુવાનો ભેગા થયા હતા.આવતા વર્ષે આ પ્રકારનું સંમેલન મોટી સંખ્યામાં થાય તેવી શુભેચ્છા.